રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગરમાં કોરોના પોઝિટિવ કેસ આવવાનો સીલસીલો યથાવત છે .સાથે જનતા કરફ્યુનો બે દિવસથી અમલ ચાલુ છે તેમ છતાં ડભોઇ નગરમાં રોજેરોજ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધતી જાય છે તારીખ ૨૬ જુલાઈ ના રોજ સાત કેસ પોઝિટિવ આવ્યા હતા અને આજે વહેલી સવારે ડભોઇ નગરમાં ચોકસીઓડ પાસે આવેલ પોસ્ટ ઓફિસની મુખ્ય કચેરીમાં કોરોના સંક્રમિત કર્મચારી મળી આવતા પોસ્ટની કામગીરી હાલ પૂરતી એક દિવસ માટે બંધ કરવામાં આવી છે અને સમગ્ર પોસ્ટ ઑફિસમાં સેનેટાઈઝની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સાથી કર્મચારીઓ ને હોમકોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે ડભોઇના અનાજ કરીયાણા વેપારીઓના સંગઠને પણ તારીખ ૩૦/૦૭/૨૦ થી તારીખ ૦૩/૦૮/૨૦ સુધી પોતાની દુકાનો સ્વેચ્છિક બંધ રાખવાનો નિર્ણય જાહેર કરેલ છે. હાલમાં ડભોઇ નગરમાં ૧૫૦ જેટલા કોરોના દર્દીઓની સંખ્યા પહોંચી ગઈ છે. ત્યારે લોકોમાં તકેદારી જળવાઈ તેવી આશા રાખવામાં આવી રહી છે નગરમાં જનતા કરફ્યુનો માહોલ ચાલુ છે છતાં પણ કેટલાક વિસ્તારોમાં કેટલાક નાગરિકો બિન્દાસપણે માસ્ક વગર નિષ્કાળજીપૂર્વક ફરતા જોવા મળી રહ્યા છે. હાલના આ ગંભીર માહોલમાં લોકો પૂરતી તકેદારી , સાવચેતી, જાળવી પૂરતું સોશિયલ ડિસ્ટન્સીગ જાળવે તેવી તાતી જરૂરિયાત છે.
