રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાના વાશોજ ગામ ની અંદર ચાર દિવસ પહેલા કોળી સમાજ અને દલિત પરિવાર વચ્ચે જગડો થયેલો હતો તે બાબત થી આજ રોજ સમગ્ર વાષોજ કોળી સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. ચાર દિવસ પહેલા દલિત પરિવાર ના સાત જેટલા લોકો સાથે મળીને રાત્રિના સમયે જાહી બેન મનુભાઈ શિયાળ કોળીની ઘરે જય ને જાહી બેનના પરિવારના ૫ લોકોને મારમારી કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા ત્યાર બાદ જાહિ બેન ત્યા અન્ય સભ્યોને ઉના સરકારી હોસ્પિટલ ની અંદર ખસેડવામાં આવ્યા હતા. આરોપીને પકડવા માટે જહિબેનએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દલિત પરિવાર દ્વારા અવાર નવાર વારંવાર કોળી સમાજ ઉપર ખોટી રીતે જગડો કરવા મા આવતો હોવાથી વાષોજ ગામ તથા સમાજની અંદર અન્ય મોટી ઘટનાઓના બને અને વાશોજ ગામ ની અંદર દરરોજ ને માટે શાંતિ જળવાય રહે એ માટે આજ રોજ સમગ્ર વાશોજ કોળી સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવા મા આવ્યુ હતુ.
