રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ ને બાતમી મળેલ કે ગુલાબ સિંહ ભાઈ ઉર્ફે ગુલો સેલિયભાઈ દુ.ભીલ રહે.બગલિયા તા.નસવાડી જી છોટાઉદેપુર ના ઓ બગલીયા ગામે સરકારી દવાખાના ની સામે આવેલ રોડના નાળા પાસે કોતર નજીક લીલા ઘાસ મા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી ઉતારી સંતાડી રાખેલ છે જે હકીકત આધારે હકીકત વાડી જગ્યાએ સ્ટાફ ના માણસો સાથે રેઇડ કરતા ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ જેમાં (૧)રોયલ બાર પ્રેસ્ટિગ વિહ્યસ્કી ૭૫૦ મિલી ની પ્લાસ્ટિક ના હોલ નંગ ૧૨૦ રૂ ૫૭૦૦૦ તથા (૨) માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મિલી ના ટીન નંગ ૩૩૬ જેની કુલ કીમત ૩૮૬૪૦ તથા (૩) લંડન પ્રાઈડ પ્રીમિયમ વિહસ્કી ૭૫૦મિલી ના કાચ ના હોલનાનાંગ ૧૨ કીમત ૭૬૮૦ રૂ નો પ્રોહી મુદ્દા મલ મળી પ્લાસ્ટિક ના તથા કાચ ના હોલ તથા બિયર ટીન મળી ૪૬૮ નંગ તેની કુલ કીમત રૂ ૧.૦૩.૩૨૦ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ છે અને રેઇડ દરમ્યાન આરોપી સ્થડપર ના હોય આરોપી ને પકડી પાડવાના ચક્રો ગતીમાન કર્યા છે આમ નસવાડી પોલીસ ગનના પાત્ર કેસ સોધી કાઢવામાં સફળ રહેલ છે.
