જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આજરોજ સમગ્ર મુસ્લીમ ઘાંચી સમાજ ના આગેવાનો દ્રારા પી.જી.વી.સી.એલ ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં વીજ ધાંધિયા ને લઇ લોકો હેરાનગતિ નો સામનો કરી રહયા છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનોની હાલત કફોડી બની છે. જે ને લઇ માંગરોળ મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો દ્વારા વહેલી તકે મેન્ટેન્સ કરી ટૂંકાગાળામાં ઝોન બનાવી શહેર ભરની વીજ સમસ્યાનો કાયમી હલ કરવા તેમજ રહેણાંક મકાનનો માં અને ખેતીવાળી માં સિંગલ ફેજ કનેક્શન આપવા આજ રોજ રોષપૂર્વક આવેદનપત્ર પાઠવ્યું હતું..
