રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના અલીપુરા વિસ્તાર કોરોના હોટસ્પોટ બન્યો હોય તેમ એક જ દિવસે ૨૧ કેસ નોંધાતા છોટાઉદેપુર જિલ્લામાં આ સૌથી મોટો આંકડો જાહેર થયો છે શનિવારે બોડેલીમાં ૫૨ કોરોના ટેસ્ટ થયા હતા ત્યારે રવિવારે રિપોર્ટ જાહેર થતાં જિલ્લા માં ૨૨ પૈકી બોડેલીમાં જ ૨૧ કોરોના કેસ આવ્યા છે જેમાં અલીપુરાની ગંગાનગર સોસાયટીમાં ૮ કેસ,જનકલ્યાણ સોસાયટી માં ૨ કેસ તેમજ ગજાનંદ પાર્ક માં ૬ મળી ને કુલ ૨૧ કેસ આવ્યા છે એક તબીબ સહિત ૭ મહિલાઓને કોરોના થયો છે જ્યારે ગંગાનગર માં એક પટેલ પરિવારના ૫ સભ્યો કોરોનાની ઝપેટ માં આવી ગયા છે નોધવું રહ્યું કે આ ૨૧ કેસ અલીપુરા વિસ્તાર માજ છે જો બોડેલી માં પણ આપ્રકારે ટેસ્ટ કરવામાં આવેતો કોરોના ગ્રસ્તો વધુ પ્રમાણ માં બહાર આવી શકે છે અને વધુ સંક્રમણ લોકો ને બચાવી શકાય તેમ છે બોડેલીમાં એક જ દિવસે ૨૧ કોરોના પોઝિટિવ કેસો આવતા તંત્ર પણ દોડતું થયું છે ત્યારે બોડેલીમાં લોકો કોરોના થી બચી શકે તેવા સહિયારા પ્રયાસો ની ખુબ જરૂર છે.
