આણંદ શહેરમાં લોકડાઉન દરમ્યાન સવારના સુમારે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે છુટ આપવામાં આવી છે ત્યારે કેટલાક લોકો દ્વારા આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કંઈ પણ કામ વિના ઘરની બહાર ફરવા નીકળી પડે છે. આજે સવારના સુમારે આણંદ ટાઉન પીઆઈ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરી સવારના સુમારે આપવામાં આવેલ છુટનો દુરઉપયોગ કરી કામકાજ વિના ઘરની બહાર માર્ગ ઉપર ફરવા નીકળી પડેલ ૨૦થી વધુ વ્યક્તિઓ વિરૃધ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ લોકડાઉનનો ભંગ કરી રહેલ લોકો ઉપર નજર રાખવા આણંદ એસઓજી પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. એસઓજી પોલીસ દ્વારા આણંદ શહેરના લોટીયા ભાગોળ તથા નહેરુ બાગ તેમજ મોગરી ગામે ડ્રોન પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. જેમાં લોકડાઉનનો ભંગ કરતા ૧૯ શખ્શો ઝડપાઈ જવા પામ્યા હતા.