રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
તાજેતરમાં એક ખાનગી પ્લોટમાં નગરપાલિકા જે.સી.બી દ્વારા કામગીરી કરવામાં આવી રહિ હતી જે બાબતે વિરોધ પક્ષના નેતાઓએ પર્દાફાશ કર્યો હતો જે ખાનગી પ્લોટમાં કલાકો સુધી ગાંડા બાવળો દુર કરવાની કામગીરી થઈ રહી હતી. જેમાં ખાનગી નગરપાલિકા જે.સી.બીનો દુરઉપયોગ કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદારો સામે ચિફ ઓફિસર ફરીયાદી બને અને નગરપાલિકા પ્રમુખને હોદા પરથી દુર કરવામા આવે તેવી માંગણી સાથે કોંગ્રેસ હોદેદારો કાર્યકરોએ નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરીછે અને ત્રણ દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.