મોરબી: અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા ટ્રી ગાર્ડ લગાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા ટ્રી ગાર્ડ લગાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.સામંતસર તળાવ કિનારે,બારેમાસ ભેજવાળી જમીન ધરાવતા વાતાનુકૂલ અને નયનરમ્ય વાતાવરણમાં વધારો કરવાના હેતુથી અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રોજેકટ સફળ બનાવવામાં પર્યાવરણ પ્રેમી મનીષ દવે એ ભારે જહેમત ઉઠાવેલ હતી. આ પ્રોજેક્ટમાં સમાજસેવક અને સેવાભાવી એવા તપનભાઈ દવે ખાસ હાજર રહ્યા હતા.આ પ્રોજેકટનું ડોનેશન બ્રિલિયન્ટ સ્કૂલના મેનેજીંગ ડિરેકટર નરેશભાઈ રાવલે આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *