રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે આથમણાપડા ગામે જાહેરમાં જુગાર રહ્યો છે ત્યારે ઉના પોલીસ એ રેડ કરતા ત્યાં જુગાર રમતા ઈસમો ( ૧ ) ઘુઘાભાઇ વીરાભાઇ સોલંકી કોળી ઉ , વ , ૬૫ ધંધો ખેતી રહે આથમણાપડા તા.ગીર ગઢડા ( ૨ ) નગાભાઇ હમીરભાઇ ગોહીલ દરબાર ઉ.વ .૪૫ ધંધો ખેતી રહે.આથમણાપડા તા.ગીર ગઢડા ( ૩ ) મુળુભાઈ ભગવાનભાઈ સરવૈયા દરબાર ઉ.વ .૫૦ ધંધો મજુરી રહે.આથમણાપડા તા.ગીર ગઢડા ( ૪ ) કપીલભાઇ મનસુખભાઇ કુબાવત બાવાજી ઉ.વ .૩૬ ધંધો મજુરી રહે.આથમણા પડા તા.ગીર ગઢડા ( ૫ ) રમેશભાઇ બાલુભાઇ મકવાણા દરબાર ઉ.વ .૩૬ ધંધો મજુરી રહે . આથમણા પડા તા.ગીર ગઢડા ને ઝડપી પાડી જુગારના સાહીત્ય તથા રોકડ રૂ .૧૧૬૫૦ ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.