કોરોના મહામારીને પગલે ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયા બાદ રોજગાર,ધંધા અને વ્યવસાય બંધ થઈ ગયા છે ત્યારે મજૂરોને છુટ કરવાની કે વ્યવસાયકારોને પગાર નહીં આપવાનું માલિકોને ભારે પડી શકે છે.કારણકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ આર્થિક દંડ અથવા એક વર્ષની સુધી કેદ થઈ શકે છે.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરાયેલા ઓર્ડર મુજબ કોઈ પણ કંપની, ફેકટરી કે યુનિટ કે કારખાનાવાળા તેમના કર્મચારી,કામદાર કે મજૂરને લોકડાઉનની સ્થિતિમાં કાઢી શકશે નહી અને કામ પર ન આવવા છતાં તેને પગાર ચુકવવાનો રહેશે.જો પગાર ચુકવવામા નહી આવે અથવા પગાર કાપી લેવાશે તો તેની સામે કાયદેસારના પગલાં લેવાશે.
આ અંગે સરકારના શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ જણાવ્યુ કે કામદાર,મજૂરો કે કર્મચારી જ નહી જો ઘર માલિક ઘરઘાટી કે નોકરને પણ પગાર નહી ચુકવે તેમજ કાઢી મુકશે તો તેની સામે પણ પગલા લેવાઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં આર્થિક દંડ અથવા એક વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.કામદારો-મજૂરોની ફરિયાદ માટે કંટ્રોલરૃ પણ બનાવાયો છે અને હેલ્પલાઈન પણ શરૃ કરાઈ છે.
આ ઉપરાંત ટ્વિટર હેન્ડલર પર પણ ફરિયાદ કરી શકાશે.અત્યાર સુધીમાં શ્રમ-રોજગાર વિભાગના કંટ્રોલ રૃમ પર અનેક ફરિયાદો આવી છે જેમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તેમજ ટેક્સટાઈલ યુનિટ સામે સહિતની ઘણી ફરિયાદો આવી છે અને જેનું નિરાકરણ કરી પગાર ચુકવી દેવાયો છે.આ ઉપરાંત લેબર ઓફિસરો દ્વારા રેન્ડમલી ઈન્સપેકશન પણ કરવામા આવી રહયુ છે.