રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
સમગ્ર રાજ્યમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે આ જિલ્લા માટે ચિંતાનો વિષય છે ત્યારે આરોગ્ય વીભાગ તથા સરકારી તંત્ર દોળતુ થયુ છે તેવામા દેવભૂમી દ્વારકામાં નવા બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ટાટા કેમિકલ કર્મચારીઓ કોરોના ની ઝપેટમાં આવ્યા છે દ્વારકા ના મીઠાપુરમા ટાટા કંપનીના મેનેજર તથા સીનીયર ઈનજીનીયર બંને ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બંને દર્દીઓ ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી કુલ કોરોના પોઝિટિવ આંક ૪૭ ને પાર પોહોચ્યો છે.