રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ એ પોતાની મંગણીઓ સાથે સરકાર સામે ડિજિટલ હડતાળ નું શસ્ત્ર ઉગામ્યું છે આજે સમગ્ર ગુજરાત રાજ્ય ના સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ પોતાની પડતર મંગણીઓ ને લઈ આ ડિજિટલ હડતાળ માં જોડાયા છે ત્યારે સોશિયલ મીડિયામાં પોતાની માંગો હેઝ ટેગ કરી મૂકી અનોખી હડતાળ કરી છે ઉપરાંત આવેદન પત્ર વડાપ્રધાન અને રાહુલગાંધી ને પણ મોકલ્યું છે.
નર્મદા જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાન નર્મદા મંત્રી હિતેન્દ્ર રાઠોડ તેમજ પ્રમુખ હેમંત ભાઈ બારોટે જણાવ્યું હતું કે અમે વારંવાર સરકાર સમક્ષ અમારી મંગણીઓ મૂકી છે પરંતુ આજદિન સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી આજે સમગ્ર ગુજરાતના સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ ગુજરાત રાજ્યના પ્રમુખ અમિત ભાઈ કવિની આગેવાનીમાં ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. અમારી મુખ્ય મંગણીઓ માં જોબ સિક્યોરિટી , સમાન કામ સમાન વેતન, તેમજ અન્ય સરકારી કર્મચારીઓ સમકક્ષ લાભો મળે તે અમારી મુખ્ય મંગણીઓ છે સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ નો હોદ્દો શિક્ષકો કરતા ઉપરી છે છતાં પગાર ધોરણ ઓછું છે ઉપરાંત અન્ય રાજ્યો માં સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ ને કાયમી નોકરી છે જ્યારે ગુજરાત રાજ્યમાં તેમ નથી આજે નર્મદા જિલ્લાના ૭૬ જેટલા સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓ એ ડિજિટલ માધ્યમ થી હડતાળ કરી પોતાની મંગણીઓ સરકાર સામે મૂકી છે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું હતું.