રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
ઘારપુર ખાતે આવેલ મેડિકલ હોસ્પિટલ સામે જ કોંગ્રેસ કાર્યકરો ઘરણાં પર ઉતર્યા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પુરતા બેડ અને સારવારનો અભાવ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે . તો બીજીબાજુ કોંગ્રેસના આક્ષેપોને મેડિકલ કોલેજના ડીને ફગાવ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સુવિધા અને સારવાર આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. તો કોંગ્રેસે ઘરણાં કાર્યક્રમ મંજુરી વીના યોજતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.