રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી ખાતે સરકારના પરિપત્રો મુજબ અનલોક જાહેર થયા બાદ સુરત, અમદાવાદ, ભાવનગર, અને અન્ય શહેરમાંથી દાદા ના શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઘસારો વધતા હાલની કોરોના વાયરસનાં મહામારી રોગના કારણે ભુરખીયા ગામ સુરક્ષિત રહે અને અન્ય કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન આવે આવા ઉમદા હેતુથી ભુરખીયા મંદિરના ટ્રસ્ટી મંડળ, ગામના આગેવાનો, સરપંચશ્રી અને પૂજારી પરીવારના સંયુક્ત નિણર્યથી તા.૨૫/૦૭/૨૦ ના રોજથી લોકોને પ્રવેશ ઉપર પાબંદી મૂકવામાં આવી છે. નિયમ મુજબ સવાર સાંજ દાદાની આરતી કરવામાં આવશે.જેથી દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે દાદાના દર્શન લાઈવ મુકવામાં આવે છે તેનાથી સંતોષ માનવો અને આપના તરફથી અપેક્ષા રાખીએ છીએ.