રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કાછીયાવાડ વિસ્તાર ના પ્રવેશ દ્વાર એવા માછીવાડ ગેટ ઉપર થી પોલીસ બેરીકેડીંગ છતાં વાહન ચાલકો ની અવર-જવર રહેતાં તંત્ર ની કડક અમલ ની પોલ ઉઘાડી પડી રાજપીપળા : નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેર ને કોરોના વાયરસ સતત વધી રહ્યો છે તાજેતર માજ એક સાથે ૪૦ કેસ નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ના સૌથી વધુ કેસ નો રેકોર્ડ કર્યો હતો. નર્મદાજિલ્લા નુ સૌથી પહેલું કોરોના થી મૃત્યુ પણ રાજપીપળા ના કાછીયાવાડ જેવા ગીચ વસ્તી ધરાવતાં વિસ્તારમાં થયું હતું અને એ અગાઉ પણ વડોદરા મુકામે અન્ય બે દર્દીઓ પણ કોરોના થી શંકાસ્પદ મૃત્યુ પામી ચુક્યાં છે.હજી પણ કાછીયાવાડ, કસ્બાવાડ, માલીવાડ, કુંભારવાડ, સોનીવાડ,લુહારચાલ જેવાં વિસ્તારો સહીત અન્ય વિસ્તારોમા કોરોના સંક્રમીતો મળી આવવા ના કીસ્સાઓ અવિરત પણે ચાલુ છે.
કલેકટર નર્મદા અને અધિક કલેકટરે પરિસ્થિતિ ની ગંભીરતા ને જોતાં શહેર ના કેટલાંક વિસ્તારો ને કન્ટેન્ટમેન્ટ એરીયા અને બફર ઝોન જાહેર કરી ને એ વિસ્તાર ના પ્રવેશ ને જોડતા તમામ રસ્તાઓ ને સંપુર્ણ સીલ કરવાનો હુકમ કર્યો છે, અને આવશ્યક સેવાઓ ને પુરી પાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી, લોકો ની અવરજવર ને સંપુર્ણ પ્રતિબંધિત કરવાનો હુકમ કર્યો છે આ નિયમ અને જાહેરનામા નો ભંગ કરનાર સામે ૧૮૮ ની કલમ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવાની જોગવાઈ કરી છે.
કન્ટેન્ટમેન્ટ વિસ્તારો ને પાલીકા ટીમેં બામ્બુ બાંધી કાંટા નાંખી સંપુર્ણ સિલ કરી દીધા છે, પરંતુ કાછીયાવાડ જેવા હોટ સ્પોટ વિસ્તાર ના મુખ્ય પ્રવેશદ્વાર એવા મોટા માછી વાડ ગેટ પાસે માત્ર બેરીકેડ મુકીને ગંભીર લાપરવાહી દાખવી છે,લોકો પોલીસ ની હાજરી મા વિવિધ કારણોસર કન્ટેન્ટમેન્ટ એરીયા માંથી બહાર નિકળતા જોવા મળી રહ્યાં છે.અન્ય કન્ટેન્ટમેન્ટ વિસ્તારો મા કડકાઈ દાખવવામા આવી રહી છે તો જાહેરહિત મા અન્ય વિસ્તાર ને કેમ છુટછાટ મળી રહી છે? શહેર ની હાલત વધુ ખરાબ થશે તો કોણ જવાબદાર રહેશે? તેવા સવાલ હાલ અન્ય વિસ્તારો માં ભારે ચર્ચા માં રહ્યા છે.