રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કોવીડ-૧૯ માં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેરનામાની અમલવારી કરાવવામાં આવી રહી છે જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ અમલવારી માટે લાગું પડે એ કચેરી એ કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે , ત્યારે શુ જાહેરનામામાં એક માત્ર માસ્ક વગર બહાર નીકળવાની અમલવારીનું પાલન કરવાનું હોય છે? માસ્ક વગર પસાર થતાં વાહનચાલકોએ જ અમલવારી કરવાની હોય છે? શહેરના મુખ્ય માર્ગો પર જ માસ્ક વગર લોકો પસાર થાય છે ? છેલ્લા બે સપ્તાહ જેટલા સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના તથા શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર માસ્ક વગર પસાર થતા વાહનચાલકો પાસેથી બસ્સો રૂપીયાનો દંડ વસુલવામાં આવી રહ્યોછે જાણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટ્રાફિક પોલીસને દરરોજ સો કે તેથી વધુ લોકો પાસેથી દંડ વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવતો હશે ? નાઇટ પેટ્રોલીંગ ડયુટીની જેમ શુ પી.એસ.આઇ,પી.આઈ સહિતના અધિકારીઓ દ્વારા માસ્ક વગર નીકળતાં લોકોની ટ્રાફિક ઝુંબેશની જેમ માસ્ક ઝુંબેશ હાથ ધરાવવાની કામગીરી કેમ કરવામાં આવતી નહિ હોય? રાત્રીના સમયે લાગું કરવામાં આવેલ કર્ફ્યુંનાં ભંગ અંગે કે રાત્રીના સમયે બાયપાસ રોડ પર ચાલું રહેતી દુકાનો લારીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં કેમ આવતાં નથી.
શુ શહેરની મુખ્ય બજારોમાં માસ્ક વગર લોકો નહિ નિકળતા હોય? શુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યુ છે? માસ્ક વગરના દંડ વસુલવા સીવાયના જાહેરનામાં ભંગ બદલ કેટલી ફરીયાદ નોંધાઇ છે? કેશોદ શહેરમાં જાહેર માર્ગો પર વાહનચાલકો સીવાય અન્ય ક્ષેત્રોમાં પણ અમલવારી કરાવવી જરૂરી છે અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ કામગીરી હાથ ધરવામાં અમલવારી માટે સ્થાનિક સુધરાઈ તંત્રની પણ જવાબદારી બને છે ત્યારે સુધરાઈ તંત્ર મૂકપ્રેક્ષક બની કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં રીપોર્ટ કરી જવાબદારી પુરી થયાનું માને છે. જાણવા મળતી માહિતી મુજબ કોવીડ -૧૯ની કામગીરી માં ભંગારમાંથી કેમીકલનાં ખાલી બેરલો અને ખાલી બારદાન મંગાવી ત્રીસેક લાખ રૂપિયાનાં બીલો બનાવી નાખ્યાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જે તપાસ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે સ્થાનિક પોલીસ તંત્ર પણ લક્ષ્યાંક પુરો કરવાની કામગીરી પુરી કરી કોરોના મહામારી કાબુમાં લેવા માટે ગંભીરતાથી પગલાં ભરવા માટે કડક કાર્યવાહી કરતી નથી. વર્તમાન સમયમાં કોવીડ-૧૯ કામગીરી કરતાં દારૂની હેરાફેરી વેચાણ કરતા લોકો તથા શ્રાવણીયો જુગાર રમતાં હોય ત્યાં પહોંચી સેટલમેન્ટ અને ગુનો દાખલ કરવાનો થાય તો વીસ ટકા રકમ બતાવી વધારાની રકમની ભાગ બટાઈ કરી તહેવારો ઉજવવામાં આવે છે તેવો પણ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહયા છે , ત્યારે જવાબદાર પ્રજાનાં પ્રતિનિધિઓ કે ઉપરી અધિકારીઓ દ્વારા ગંભીરતા દાખવી કામગીરી કરવામાં આવશે નહીં તો હાલનાં તબક્કે તહેવારો તો બગડશે પણ આવનારાં દિવસોમાં ચોરીઓ લુંટફાટનાં કિસ્સાઓ બનશે જેનો ભોગ નિર્દોષ સામન્ય નાગરિકો તંત્રનાં પાપે બનશે કે લોકો જાગૃત બની કાયદાના રખેવાળોને કાયદાનું ભાન કરાવશે તે જોવાનું રહ્યું…
