રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાએ કહેર વર્તાવ્યો છે.ગઈકાલે રાજપીપળાનાં અગ્રણી વેપારી અને મિલનસાર સ્વભાવનાં સનતભાઈ માલીનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે સવારે તબિયત લથડયા બાદ તેઓનું દુઃખદ અવસાન થતાં રાજપીપળા વાસીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. સનતભાઈ માલી અનાજ કરીયાણા વેપારી મંડળના માનદ મંત્રી હતા અને રાજપીપલા માલી પંચના ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત હતા.સનતભાઈ માલીનાં પુત્ર રણજિતભાઈ માલી ભરૂચ જિલ્લાનાં અગ્રણી પત્રકાર છે.વર્ષોથી તેઓનું પત્રકાર ક્ષેત્રે યોગદાન રહ્યું છે.સનતભાઈ માલીનાં અવસાનથી પત્રકાર આલમમાં પણ શોક વ્યાપ્યો છે. રેવા મિરર પરિવાર દુઃખની આ ઘડીમાં રંજીતભાઈની પડખે છે.અને સ્વર્ગસ્થ સનતભાઈ માલીને શ્રદ્ધાંજલિ પાઠવે છે.