રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ઝાપોદર નો પુલ તૂટી જવાની ઘટના બાદ ત્યાં બે વાર બાયપાસ રસ્તો બનાવવામાં આવેલ ત્યારે આ રસ્તો ધોવાઈ જવાના કારણે આ વિસ્તારના લોકો જેવા કે માંડરડી આગરીયાના ગામના લોકોને ૨૦ કિલોમીટર ફરીને જવું પડે છે તેમજ રાજુલા શહેરમાં ભારે વાહનો આ રસ્તો બંધ હોવાના કારણે વાયા વીજપડી ચાલી રહ્યા છે ત્યારે કબ્રસ્તાન પાસેથી જે રસ્તો રાજુલા ગૌશાળા પાસે નીકળે છે તે રસ્તો જો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તો શહેરમાં નીકળતા મોટા વાહનો જે પ્રશ્નો છે તે તાત્કાલિક ધોરણે હલ થઈ શકે એમ છે કબ્રસ્તાન પાસે થી ગૌશાળા થઈ ને રાજુલા બાઇપાસ રસ્તે થી વાહનો પસાર થઈ શકે છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તો તાત્કાલિક ધોરણે ચાલુ થાય તેવી માંગણી રાજુલા શહેરના એક ભાજપના આગેવાન તેમજ રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પ્રતાપભાઈ મકવાણા એ રાજુલાના ડેપ્યુટી કલેકટર તેમજ રાજુલાના ચીફ ઓફિસર તેમજ હિરેનભાઈ હીરપરા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર દ્વારા જાણ થયેલ છે. આ અગાઉ પણ આ વિસ્તાર ના રહીશો એ ડેપ્યુટી કલેકટર તેમજ રેગ્યુલરના ચીફ ઓફિસર તેમજ રાજુલાના ધારાસભ્યને લેખિતમાં જાણ કરેલ છે છતાં પણ આ પ્રશ્ન હલ થયેલ નથી.