રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલાના મોટા આગરિયા ગામે ૨ સિંહો ચડી આવ્યા હતા. રાત્રીના સમયે ગામની બજારોમાં સિંહો ફરતા જોવા મળ્યા હતા.રાત્રીના કરફ્યુના સમયે ગામમાં જોવા મળ્યું સિંહોનું રાજ.ગત મોડી રાત્રીની ઘટના.સિંહોએ ગામમાંજ એક પશુનો શિકાર કર્યો હતો .બંને સિંહોએ પશુનો શિકાર કરી આરામથી ગામની ગલીઓમાં મારણની મિજબાની માણી હતી.અવાર-નવાર સિંહોના ગામમાં આવી ચડવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.સ્થાનિકોએ સિંહોનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો.