રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જેથી લોકો વરસાદને લઈને ચિંતિત હતા. લોકોને રાસાયણિક ખાતરની તંગી ના કારણે હેરાન પરેશાન થતાં જ ત્યાં વરસાદ ન પડતા વધુ ચિંતિત હતા. તેમજ મેઘરાજાને મનાવવા અહીંના આદિવાસીઓ દ્વારા દેવી-દેવતાઓને મનાવવામાં આવી રહ્યા હતા. ભારે ગરમી બફારા તેમજ ઉકળાટ થી પંથકના લોકો પણ હેરાન હતા. લોકો વરસાદ વરસે તેવું ઇચ્છતા હતા. જેથી ખેતી સારી થાય અને સીઝન સારી આવે. આમ અષાઢ મહિનો વીતી ગયો હોવા છતાં નદી નાળા ભરાયા ન હતા. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૫૦ ટકા પણ વરસાદ વરસ્યો ન હતો.પરંતુ જ્યારે આજરોજ બપોરે આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો ત્યારે લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. રોડ રસ્તાઓ ઉપર પાણી તેજ ગતિથી વહી રહ્યું હતું. ખાડા ખાબોચિયા ઓ પણ પાણીથી ભરાઇ ગયા હતા. એક કલાકના ભારે વરસાદ થી પંથકમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આમ પડી રહેલા સોના જેવો વરસાદ થી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી…