રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલાના હિંડોરણા નજીક થોડા દિવસ પહેલા પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે અહીં નેશનલ હાઇવે દ્વારા ઘાતરવડી નદીમાંથી ડાયવર્ઝનનું કાઢવામાં આવ્યો હતો. જેના કારણે વાહન વ્યવહાર અહીંથી શરૂ હતો.પણ થોડા દિવસોથી પુલનું સમારકામ પૂર્ણ થતાં ફરી વખત પુલ પરનો વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. પણ ગત રાત્રી દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘાતરવડી ડેમ ૨ નો દરવાજો ખોલવામાં આવ્યો હતો. જેના પગલે ઘાતરવડી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝનનું ધોવાણ થયું હતું..