રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.વેરાવળ અને ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.
વેરાવળ શહેરી વિસ્તારમાં નવા પટેલવાડામાં મેઈન રોડ પર ઈરફાન અબ્દુલ સત્તાર ચૌહાણનું રહેણાંકીય મકાન, ગોલારાણા સોસાયટીમાં કોમ્યુનીટી હોલ સર્કલ પાસે આવેલ હેમીબેન મગનભાઈ કસ્નાવાડાનું રહેણાંકીય મકાન, ખારવાવાડ કમ્પાઉન્ડમાં બંદર રોડ ઉપર વિજયભાઈ કાનજીભાઈ વાડીગુંજનુ રહેણાંકીય મકાન, શિક્ષણ કોલોનીમાં ઉદય ટ્રાન્સપોર્ટવાળી ગલીમાં ભાવીનભાઈ કાન્તીલાલ કારીયાનું રહેણાંકીય મકાન તેમજ ઉના શહેરી વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં જાની અરવિંદભાઈ વિરજીભાઈના ઘરથી ભટ્ટી દલસુખભાઈ જેન્તીભાઈના ઘર સુધી કુલ-૧૩ ઘર, કોળીવાડા શેરી-૪ ડાભી મણી કાળુભાઈના ઘરથી પરમાર ભીખાભાઈ ઝીણાભાઈના ઘર સુધી કુલ-૧૩ ઘર, આંબેડકર નગર, કેશુભાઈ કાલીદાસ ચાવડાના ઘરથી અરવિંદભાઈ કરશનભાઈ ચાવડાના ઘર સુધી કુલ-૨૦ ઘર સહિતના વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. કોવીડ-૧૯ કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે.આ વિસ્તારોમાં રાશન વિગેરે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવાનો સમય સવારના ૦૭:૦૦ થી સાંજના ૦૭:૦૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સહિતા કલમ-૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.