જૂનાગઢ: માંગરોળ એસ.ટી. ડેપો કર્મચારીઓ દ્વારા ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

ગુજરાત રાજય પરિવહન એસ.ટી.નીગમને ખાનગીકરણથી બચાવવા તેમજ કર્મચારીઓ ના ૭ મું પગારપંચ,ફિકસ પગાર કર્મચારીઓ ને થતા અન્યાય, મોંઘવારી ભથ્થું જેવા અનેક મુદ્દે એસ.ટી.નીગમ દ્રારા અન્યાય થતો હોય તેમજ એસ.ટી.નીગમનું ખાનગીકરણ કરવાથી આમજનતા અને સરકારને મોટાપાયે નુકશાન થવાનું હોય તેમજ નીગમના તમામ કર્મચારીઓ ને રાજય સરકારના કર્મચારી ગણવા જેવા અનેક મુદ્દે ભારતીય મઝદુર સંઘ(એસ.ટી.)ના પ્રમુખ દાનાભાઈ ડી. મુછાળ અને મહામંત્રી ચંદુભાઈ ભીંભા તેમજ જુનાગઢ વિભાગના માંગરોળ ડેપોની ભારતિય મજદુર સંઘની ટિમ શ્રીરઘુભા બી. સરવૈયા,ભગવાનભાઈ ગરચર,અજય ભાઈ શામળા,મજીદખાન બેલિમ,જય મેહતા જગદીશ ભાઇ કરમટા તથા રમેશભાઇ રાડા તમામ હોદેદારો સાથે ઉપસ્થિત રહી માંગરોળ માળિયાના ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજાને આવેદનપત્ર સોંપી સરકારમાં યોગ્ય રજૂઆત કરી સમસ્યાઓનું સમાધાન કરાવવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *