રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાત ના પોલીસ વડા દ્વારા દારૂ ના દુષણ ને ડામવા માટે અને ગેરકાયદેસર થતી દારૂની હેરફેર ને બંધ કરવા માટે સખત નિયમો જાહેર કર્યા છે ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા પોલીસ દારૂ ની હેરાફેરી પાર સતત બાજ નજર રાખી રહી છે. દેડીયાપાડા પોલીસ ને બાતમીદારથી બાતમી મળેલ કે, વડફળી ગામ તરફથી ડુમખલ ગામ તરફ એક મો.સા.ઉપર બે ઇસમો ઇગ્લીશ દારૂનો જથ્થો લઇને આવે છે જે બાતમી આધારે ડુમખલ ગામ પાસે નાકાબંધીમાં હાજર હતા દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી મો.સા.આવતા તેમાં ચેક કરતા એક મીણીયા થેલામાં પ્લા.ના ક્વાટરીયા નંગ-૮૫ કિ.રૂ. ૭૨ ૨૫ તથા ટીન બીયર નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦ મળી કુલ કિ.રૂ. ૯૬૨૫ સાથે આરોપી (૧) અરવિંદભાઇ પારસીગભાઇ વસાવા તથા (૨) મુકેશભાઇ બામણીયાભાઇ વસાવા બંને રહે-સાંકળી બેઝ ફળીયા બંને આરોપીઓ ને મુદ્દામાલ તથા મોટર સાઇકલ .રૂ.૧૦,૦૦૦૦ સાથે મળી કુલ ૧૯,૬૨૫ નો પ્રોહી.મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.