મોરબી: ઘનશ્યામપુર ગામ ની વાડી વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમતા ૫ શખ્સોઓ ઝડપાયા.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ પંથકમાં શ્રાવણિયા જુગાર રમવાની સિઝન પુર જોશમાં ચાલી રહી છે ત્યારે હળવદ પોલીસ સ્ટેશન ના પી આઈ પી. એ. દેકાવાડીયા અને પી.એસ.આઈ પી.જી.પનારાની સુચના થી ડી.સ્ટાફના માણસોને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ ની વાડી વિસ્તારમાં જુગાર રમતા હતાં ડી સ્ટાફના યોગેશ દાન ગઢવી. બીપીન ભાઈ પરમાર. મુમા ભાઈ કરોતરા. સહિતના પોલીસકર્મીઓ ઘનશ્યામપુર ગામની વાડી માલિક સવજીભાઈ કમાભાઈ દલવાડીની વાડીમાં છાપો મારતા જુગાર રમતા હળવદના મહેબુબભાઇ ઉર્ફે રેવુ ભાઈ નથુ ભાઈ સિપાઈ. હળવદ બસ સ્ટે શનપાછળ ના ગિરીશભાઈ જગદીશભાઈ પરમાર. હળવદના બસ સ્ટેશન પાછળના નીતિનભાઈ ઉર્ફે બુધો લાલજીભાઈ કોળી હળવદ ગુલાબભાઈ ઈબ્રાહીમ ભાઈ ઘાચી. ભરતભાઈ રતિગરભાઈ ગોસાઈ. તેમજ વાડી માલિક સવજીભાઈ કમાભાઈ દલવાડી. હળવદના ગોપાલ ભાઈ બીજલ ભાઈ રાઠોડ સહિતના બે આરોપી ઓ જુગાર રેઈડ દરમિયાન નાસી છુટયા હતા ૫ આરોપી ઝડપી પાડી ને જુગારધારા ની કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જુગાર મા રોકડ રકમ ‌૩૬,૩૦૦ ની રોકડ રકમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ જુગાર ના દરોડા પડતા અન્ય જુગાર રમતા શખ્સોઓ મા ફફડાટ વ્યાપી જવા પામી હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *