ગીર સોમનાથ: ગીરગઢડા પંથકનાં બે ખેડૂતોની જમીનનું સાટાખત બનાવી રૂ.૫.૪૩ કરોડની ઠગાઈ આચરનાર બેલડી ઝડપાઈ.

Gir - Somnath
રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના

ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને લેડી સીંઘમની કડક છાપ ધરાવતા મહિલા પી.એસ.આઈ. કે.એન.અઘેરા ત્થા એ.એસ.આઈ. પ્રવિણભાઈ વલ્લભભાઈ મેઘપરા, એચ.સી. નાનજીભાઈ ભીમાભાઈ, ઈલીયાસ મહોબતભાઈ, મહેશભાઈ મેણાદભાઈ, કલ્પેશ કરશનભાઈ ચૌહાણ જામવાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે ગીરગઢડા તાલુકાના જુડવડલી ગામના રાઘવભાઈ કરશનભાઈ નસીતની વડલી સીમમાં આવેલ ૨૨ વિઘા ખેતીની જમીન રૂા.૨,૧૫,૫૪૨૫૦ ની ત્થા ગીરીશભાઈ લાખાભાઈ સાવલીયાની સાડા ચોવીસ વિઘા ખેતીની જમીન રૂા.૩,૨૮,૦૯,પ૦૦૯ ગત તા.૨/૩/૨૦૧૯ પહેલા જુનાગઢ ઝાંઝરડા રોડ ઉપર રહેતા તુષારભાઈ જમનાદાસ કોરડીયા, હિતેષ હસમુખભાઈ ડોબરીયાએ એક પણ રૂપિયો આપ્યા વગર ખેડુતોને વિશ્વાસમાં લઈ કબ્જા વગર સાટાખત કરાવી રૂા.૫,૪૩,૬૩૭૫૦ ની છેતરપીંડી કરી નાસી ગયા હતા તે જામવાળા પાસે આવેલ છે. તેથી જામવાળા ત્રણ રસ્તા પાસે કનૈયા હોટલ પાસેથી આ શખ્સોને દબોચી લઈ ગીરગઢડા પોલીસે સ્ટેશનમાં લાવી ધરપકડ કરી ગુનો નોંધી પુછપરછ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *