રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પોલીસ સ્ટેશનથી નજીક માં આવેલું સી.એન.જી પેટ્રોલ પંપ આવેલ છે તેમાં ૨૪/૦૭/૨૦૨૦ ના રોજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નોંધાવેલી જે દિલાવરસિંગ દલપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મારી આઈસર ટ્રક ચોરાઈ ગયેલ છે તેમાં પરચુરણ સામાન જેવી કે લોખંડ વેલ્ડીંગ રોટ જેવા અનેક સામાનથી ભરેલ હતી તે અમે રાત્રિના દરમિયાન ૨૩/૦૭/૨૦૨૦ ના રોજ અમોએ સી.એન.જી પેટ્રોલ પંપ પાસે ઉભી કરેલ હતી જે રાત્રિના તસ્કરોએ સી.એન.જી પમ્પ આઇસર ગાડી ચોરી કરવામાં આવી હતી અને સફળતાપૂર્વક પૂરી કરી હતી તેના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થયા હતા અને વધુમાં જણાવવાનું કે આવી ચોરી તો અલગ અલગ ગામડાઓમાં લોકો દ્વારા સાંભળવામાં આવી હતી અને પોલીસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા કે તેઓને અરજીઓ કરવા છતાં પણ કોઈ નિકાલ આવતો નથી અમારી ઘરની બહાર ઊભેલી બાઇકો પણ ચોરાણી હતી તેઓ પણ લોકોના મુખે સાંભળવા મળ્યું હતું અને પોલીસ કાર્યવાહી પર મોટા સવાલો ઊભા થયા હતા અને પોલીસ સ્ટેશનની અંદર જાણકારી આપવામાં આવી હતી પણ હજુ સુધી તેની કોઇ તપાસ કરવામાં આવી નથી તેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે પોલીસ તેની અંદર રસ ધરાવતી ન હોય તેવું લાગી રહ્યું છે અને દાંતામાં થયેલ અનેક ચોરીઓ ની ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યાં વધુ એક તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે દાંતા પીએસઆઇ ના બંગલા ને અડીને જ આવેલ સીએનજી પંપ ઉપર એક માલ ભરેલો ટ્રક ચોરી થવા પામી છે શું આ ટ્રકચાલકને ન્યાય મળશે ખરા એવી લોકમુખે ભારે ચર્ચા ની લાગણી જોવા મળી હતી.