રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના પાનવડ ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના કોચવડ ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાં ભરી લઇ જવાતા વિદેશી દારૂની કુલ કિંમત- ૯૦,૮૪૦ /- ના મુદૃામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ..
છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન આધારે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં
આવી છે જેના આધારે પોલીસ ઇન્સ્પેકટર ડી.જે.પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન બાતમી અને પોતાના શક ના આધારે કોચવડ ગામની સીમમાંથી ડસ્ટર ગાડી આવતા ગાડીની તપાસ કરતા ભારતીય બનાવટ વિદેશી દારૂ મળી આવ્યું હતું જેની કુલ બોટલ..૨૬૪ અને ડસ્ટર ગાડીની કિંમત ૪, ૦૦,૦૦૦ ચાર લાખ તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ની કિંમત ૫૦૦ રૂપિયા મળી. ૪,૯૬,૨૬૦/-ના મુદ્દામાલ સાથે આરોપી નીલ કુમાર વિજયભાઈ ભટ્ટને પકડી પાડી તેને કોરન્ટાઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.