રાજ્યમાં કોરોના વાઇરસની અપડેટ વિગતો આપતા ડો.રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના 31 સુરતના 10, રાજકોટના 10, ગાંધીનગરના 11, વડોદરાના 9, ભાવનગરના 6, ગીર સોમનાથના બે અને કચ્છ, મહેસાણા, પોરબંદરના એક – એકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1586 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે જેમાં 1501 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 82 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે. જે 82 કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં 67 કેસ સ્ટેબલ, 3 વેન્ટિલેટર ઉપર અને 6 દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં ક્વૉરન્ટીનની સંખ્યા 19206 છે. જેમાંથી 18487 હોમ ક્વૉરન્ટીન, 743 સરકારી ક્વૉરન્ટીન અને 253 ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન છે.