રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીમાં ૩૯ કેસ નોધાયા છે ત્યારે આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા સાવધાની અને સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમા છતાં કોરોના સંક્રમિત ની અંકુશમાં લેવાની તમામ પ્રક્રિયા નીષ્ફળ રહેવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા કોરોના ના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે બીજી બાજુ સ્થાનિક લોકો માસ્ક નહી પહેરી ને તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહી રાખીને લાપરવાહી દેખાળી રહ્યા છે જિલ્લાના ભાણવડ કલ્યાણપુર ખંભાળિયામાં કોરોના પોઝિટિવ ના દર્દીઓના સમાવેશ થાય બાદ આજ યાત્રાધામ દ્વારકામાં એક લોહાણા યુવાન અનૈ એક સતવારા યુવાનને કોરોનાના લક્ષણો દેખાતા આરોગ્ય વીભાગ દ્વારા તાકીદે અશરથી આ બન્ને યુવાનોને ખંભાળિયાની કોવીડ હોસ્પિટલમાં ખશેડાયા છે. દ્વારકા જિલ્લામાં અત્યારે સુધીમાં ૩૯ કોરોના પોઝિટિવના કેસો નોધાયા છે જ્યારે દ્વારકામાં એક સપ્તાહ પેહલા એક કેસ નોધાયો હતો અને આજે વધુ બે વ્યક્તિઓને કોરોના ના લક્ષણો જણાયા હતા તાકીદે અસરથી ખંભાળિયા ની કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.