કોરોના વાયરસ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાના કેસો દિન પ્રતિ દિન વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ કાલોલ નગરમાં આજરોજ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. કાલોલ નગરમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કાલોલ નગરમાં છેલ્લા ઘણા સમય થી અલગ અલગ વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ કાલોલના શેઠ ફળિયાના એક જ પરિવારના ત્રણ સભ્યો રાહુલકુમાર સોની, અભિષેક સોની તથા કુસુમબેન સોની કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમજ બોરું ટર્નિંગના હીરાબેન ડાહ્યાભાઈ પરમાર,નવાપુરના કાંતિલાલ સોમેશ્વર પાઠક, જી.આઇ.ડી.સી કવાટર્સના નિર્મલાબેન રાણાનો પણ આજરોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કાલોલ નગરના લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.