રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરા ના ધામણોદ ગામના ખેડૂતો કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા છે. કોરોના કહેર વચ્ચે વરસાદનો કહેર જોવા મળી રહયો છે. વરસાદ ખેંચાતા ખેતર મા રહેલ મકાઈ સહિતનો અન્ય પાક સુકાઈ જવાને આરે હોવાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે…
શહેરા તાલુકાના ધામણોદ ગામની વસ્તી બાર હજારથી વધુ છે આ ગામના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરતા હોય છે. આ વર્ષે કોરોના નો કહેર છે બીજી તરફ વરસાદનો કહેર જોવા મળતા જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે. ખેડૂતોએ અનેક આશા સાથે મોંઘા ભાવના બિયારણો લાવીને ખેતરમાં મકાઇ ,ડાંગર સહિત અન્ય પાકની ખેતી કરી હતી. વધતી જતી મોંઘવારીને લઈને ખેડૂતોએ ખેત મજૂરો ન બોલવાની ખેડૂત પરીવાર ખેતી કામમાં જોતરાઈ ગયો હતો. જાણે અહીના ખેડૂતો પર મેઘરાજા રિસાયા હોય તેમ વરસાદ ખેંચાતા મકાઇ સહિતનો પાકને પાણીની તાતી જરૂરિયાત વચ્ચે સુકાઈ જવાના આરે હોવાથી જગતનો તાત ચિંતિત થઈ ઉઠયો છે. જ્યારે આ વિસ્તારમાં કેનાલ ની સુવિધા ના હોવા સાથે અમુક કુવા પાણી વગર ખાલીખમ જોવા મળી રહયા છે. જો વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતો ની અનેક આશા પર પાણી ફરી વળે તો નવાઈ નહી. અહી ના ખેડૂતો વિજય ભાઈ બારીયા, શાંતિભાઈ, અર્જુનભાઈ અને દીપ સિંહ સહિતના ખેડૂતો આકાશ તરફ બે હાથ જોડીને મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહયા છે.