ગીર સોમનાથ: દીવ એકસાઇઝ વિભાગે એક્સપાયરી ડેટ વાળી બીયરની બોટલોનો નિયમોનુસાર નાશ કર્યો.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

દીવ જિલ્લા કલેકટર સલોની રાય ના માર્ગદર્શન હેઠળ દીવના આબકારી વિભાગ દ્વારા બીયરના વિવિધ જથ્થાબંધ વેપારીઓ અને રિટેલર ના સ્ટોકમાં ઉપલબ્ધ એક્સપાયરી ડેટની બીયરો અને બોટલોનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ સંદર્ભે એકસાઇઝ વિભાગના ઉપ આયુક્તના હુકમથી એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી અને એક્સાઈઝ નિયમો અનુસાર એક્સપાયરી ડેટ વાળી બિયરની બોટલો નો નાશ એક્સાઇઝ વિભાગની સૂચના મુજબ કરવામાં આવ્યો હતો આ સમિતિમાં દીવના નાયબ કલેકટર અને તમામ સ્ટાફ નો સમાવેશ થાય છે નોંધનીય છે કે લોક ડાઉન ના પગલે વિવિધ રિટેલરો અને જથ્થાબંધ વેપારીઓ પાસે બિયર નો સ્ટોક પડી રહેતા એક્સપાયરી ડેટ થઈ ગયો હતો સ્થાનિક વિભાગે તેની તપાસ કરી અને તેની એક્સાઇઝ ઉપ અધિકારીને તાત્કાલિક અસરથી સૂચના આપી હતી ત્યારબાદ ડેપ્યુટી કમિશનરે એક્સપાયરી ડેટ વાળી બિયરની બોટલ નો નાશ કરવાનો આદેશ આપ્યો હતો જે અંતર્ગત આજે દીવ એકસાઇઝ વિભાગ દ્વારા કલ્પના ડીસ્ટીલરી મલાલા માં બીયરના કેન અને ક્રિષ્ના ફ્રોજન ફૂડના એસટીપી પ્લાન્ટ માં બિયરની બોટલો નો નાશ કર્યો હતો તંત્ર દ્વારા આ બોટલો અને કેનોને ઇકોફ્રેન્ડલી પ્રક્રિયા અંતર્ગત નષ્ટ કરવામાં આવ્યો હતો છે જેમાં ૫૦,૦૦૦ બીયરના કેન અને ૧૦૦૦૦ બિયરની બોટલો નો નાશ કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું દીવ એકસાઇઝ વિભાગ ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સમયે-સમયે આ પગલા લે છે કે જેથી કોઈ દારૂ અને બીયરની ખામીયુક્ત બોટલો બજારમાં નહીં જઈ શકે તેવું જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *