રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરા તાલુકાના હોંસેલાવ ગામના તળાવ ફળિયા વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય પ્રવિણભાઈ તખતભાઈ બારીઆનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ પોઝિટિવ આવેલ પુરૂષ ગોધરા ખાતે બહુમાળી બિલ્ડીંગમાં પ્રથમ માળે આવેલ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે, જેથી પ્રવિણભાઈ દરરોજ પોતાના વતન હોંસેલાવ થી ગોધરા અપડાઉન કરે છે. જેઓને તાવના લક્ષણો જણાતા આ બાબતે ગત બુધવારના રોજ શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ભરત ગઢવીને ઉપલી કચેરીના ડૉ.સુનિલ પટેલે ટેલિફોનિક જાણ કરતા પ્રવિણભાઈ બારીઆને ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા, જ્યાં તેઓની મેડિકલ તપાસ કરી ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવતા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોંસેલાવ ગામના તળાવ ફળિયા વિસ્તારના પુરૂષનો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના ૫ સભ્યો સહિત ૮ મકાનોના ૪૫ વ્યક્તિઓની વસ્તી ધરાવતા ૮ મકાનોને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.