રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી પાલીવાલ ડેરીમાં પેકેજીંગ શંકાના દાયરામાં બહાર આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે ત્યારે આવનારા સમયમાં જો તપાસ કરવામાં આવે તો કેટલાય પ્રકારની સત્ય હકિકત બહાર આવી શકે તેમ છે. પાચ રૂપિયાના છાશના પેકિંગ પર વર્ટીકલ તારીખ લખવામાં આવે છે જે પેકિંગ ઉપર સ્પષ્ટ રીતે લખવામાં આવતી નથી જેના કારણે પેકિંગ ડેટ કઈ છે અને એક્સપાઇ ડેટ કઈ છે તે જાણી શકાતું નથી. પેકિંગ ડેટ સાથે કરવામાં આવેલા ચેડાં કારણે જાણી શકાતું નથી કે કઈ તારીખે પેકિંગ કરવામાં આવ્યું છે અને એક્સપાયરી ડેટ કઈ છે નક્કી નથી કરી શકાતું જેમાં કારણે વેપારીઓ દ્વારા જૂનો પડી રહેલો માલ પધરાવી દેવામાં આવે છે જેના કારણે લોકોના સ્વાસ્થ સાથે ચેડાં થઈ રહ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા આવા પ્રકારના પેકિંગ વાડી છાશ પીવાથી સ્વાસ્થ ખરાબ થતાં આ પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે હાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી સમયમાં તપાસ કરવામાં આવનારી છે ત્યારે આવનારા સમયમાં કયા પ્રકારના સત્ય બહાર આવશે તેવી ચર્ચાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે.
પાલીવાલ ડેરીના જવાબદાર વ્યક્તિ દ્વારા કહેવા મુજબ ગ્રાહકને ખબર ન પડે તે રીતે પેકિંગ પર તારીખ લખવામાં આવે છે જેના કારણે ગ્રાહક ને ખબર પડતી નથી જેથી જૂનો માલ પધરાવી દેવામાં આવતો હોવાની ગણતરી સાથે આ પ્રકારે તારીખ સેટ કરવામાં આવતું હોવાનું રહસ્ય બહાર આવ્યું છે ત્યારે સમગ્ર પંથકમાં અનેક પ્રકારના યક્ષ પ્રશ્નો સર્જાય છે?