રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેહતા જાગૃત નાગરિક ફરસુ ભાઈ ગોકલાણી દ્વારા આઠ વિધાનસભા ચૂંટણીને લઈને કોરોના વાયરસ ને લઈને વીસ લાખ મતદારો અને પચાસ લાખ લોકોને કોરોના વાયરસને અસર થાય તેવી શક્યતા છે ત્યારે આ આઠ વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી માંગણી સાથે હાઈ કોર્ટમાં પી.આઈ.એલ દાખલ કરવામાં આવી હતી.
જેમાં ગુજરાતમાં ૮ વિધાનસભાની પેટા ચૂંટણી મોકૂફ રાખવા હાઈકોર્ટમાં પી.આઈ.એલ કોરોના માટે કેન્દ્ર સરકારે અત્યાર સુધી લીધેલાં તમામ સાવચેતીના પગલાં પર પાણી ફરી વળશે અરજદાર વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે . કોરોનાના વધતા જતા કહેરના લીધે ચૂંટણી મોકૂફ રાખવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે . રાધનપુરના સામાજિક કાર્યકર ફરસુ ગોકલાણીએ હાઈકોર્ટમાં અરજી કરી છે . તેમા એવી રજૂઆત કરી છે કે , કેન્દ્ર સરકારે ૨૯ મી જૂને અનલૉક ૨ જાહેર કરીને માર્ગદર્શિકા તૈયાર કરી છે તેમા પણ સામાજીક રાજકીય મેળાવડા,ધાર્મિક સરઘસો,રેલીઓ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે . જેને અનુલક્ષીને કોર્ટે રથયાત્રા પર પણ રોક લગાવી હતી . આ સંજોગોમાં ચૂંટણી યોજાશે તો મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક લોકો કોરોનાનો શિકાર બને તેવું જોખમ છે . વર્તમાન સંજોગોમાં કોવિડ-૧૯ ના ટેસ્ટ સેન્ટર વધારવાની જરૂર છે મતદાન મથક નહીં . કોરોનાના સંક્રમણને વધતું રોકવાના સરકારના ૩મહિનાના પ્રયત્નો પર પાણી ફરી વળશે.