રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રાધનપુર માં ધીરે ધીરે કોરોના નું સંક્રમણ ફેલાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં રાધનપુર મહેસાણા રોડ પર આવેલ એક્સિસ બેન્કના હેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બેન્ક નું કામકાજ બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું જ્યારે ખાતેદાર ને ઇમરજન્સીમાં હારીજ તેમજ પાટણ શાખાનો સંપર્ક કરવા બેંકની બહાર નોટિસ લગાવવામાં આવી હતી.