નર્મદા જિલ્લા પ્રભારી સચિવ હૈદરે કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી સમીક્ષા બેઠક યોજી.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદરે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લઇ પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની મહામારીને અનુલક્ષીને જિલ્લા કલેકટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જિન્સી વિલિયમ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, આરોગ્ય તંત્રના તબીબી અધિકારીઓ સહિત જિલ્લા પ્રશાસન સાથે બેઠક યોજીને જિલ્લામાં કોરોના વાયરસના નોંધાયેલા પોઝિટિવ દરદીઓ, સાજા થયેલા દરદીઓ, સારવાર હેઠળના દરદીઓ, હોસ્પિટલમાં દરદીઓ માટેની પથારી સુવિધાની ક્ષમતા, આરોગ્ય ટુકડીઓ દ્વારા રાજપીપલા શહેર અને જિલ્લામાં થઈ રહેલી સર્વેલન્સની કામગીરી ઉપરાંત આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથી આર્સેનિક આલ્બમ -૩૦ પોટેન્સી ગોળીઓના વિતરણ સહિત કોરોના સંક્રમણ સામે લોકજાગૃતિની કામગીરી અંગે આંકડાકીય જાણકારી મેળવી હૈદરે વિસ્તૃત સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને કેટલીક સૂચનાઓ સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *