રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
પત્રકાર એકતા સંગઠન પત્રકાર પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડે છે.
દિયોદરમાં હાઇવે વિસ્તારમાં આવેલા શ્રીજી કોમ્પ્લેક્ષના બિનકાયદેસર બાંધકામના અહેવાલો પ્રસિદ્ધ થતાંજ બિલ્ડરોના પેટમાં તેલ રેડાયું હોય તેવો ઘાટઘડાયો છે ત્યારે બિલ્ડરો દ્વારા અસામાજિક તત્વો એટલે કે લુખાઓ પાસે પત્રકાર ઉપર હુમલો કરાવ્યાની ચારેકોર લોકોમાં ચર્ચાએ જોર પકયું છે ત્યારે બનાસકાંઠા માં અનેક આગેવાનો પત્રકારના સમર્થનમાં આવ્યા છે કારણ કે સત્ય કયારેય છુપાતું નથી અને સત્ય સાથે સહુ કોઈ હર હમેંશા હોય છે ત્યારે દિયોદરમાં જે શ્રીજી કોમલેક્સ આવેલું છે તેના સત્યને ઉજાગર કરવા ગયેલા પત્રકાર પર હુમલો કરાવી બિલ્ડરો પોતાનું પાપ છુંપાવતા હોય તેવું લાગી રહ્યું છે આખરે આટલા માળ બાંધવાની પરવાનગી કોણે આપી કોણ આવા લોકોને છાવરી રહ્યું છે આ કોના ઇશારે કરવામાં આવ્યો હુમલો અનેક સવાલો ઉભા થયા છે સમગ્ર ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલી આ મીડિયાકર્મીની ઘટનામાં સમગ્ર જિલ્લામાં હુમલાખોરો ઉપર ફિટકાર વરસી રહ્યો છે.
હવે આગામી સમયમાં બિન કાયદેસર બાંધકામ દૂર થશે કે કેમ તેવા સવાલોએ દિયોદર નગરની જનતા સમક્ષ આવી ને ઉભા છે અને બિલ્ડરો દ્વારા હજુ પણ પત્રકાર ઉપર હુમલો કરવાની વાતો લોકો પ્રસરી રહી છે ત્યારે આ અહેવાલના માધ્યમથી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક આ બાબતે ગંભીર નોંધ લઇ કાયદેસરની તપાસ ઉભી કરાવી આ હુમલો કરાવનાર જે પણ લોકો સામે આવે તેમની સામે કડક માં કડક સજા થાય એવી સમગ્ર જિલ્લામાં લોકો અને અગ્રણીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પત્રકાર આલમમા પણ રોષ ભભૂકી ઉઠ્યો છે..આ હુમલાના વિરોધમાં આજે બનાસકાંઠા/ડીસા પત્રકાર એકતા સંગઠન તરફથી લાઈવ ગુજરાતના રિપોટર રાજ ગજ્જરના સમર્થનમાં એક આવેદનપત્ર નાયબ કલેક્ટર ડીસા અને મામલતદારને આપવામાં આવ્યું.
તેમજ રજુઆત કરવામાં આવી કે પત્રકાર પર આવા હુમલા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે.અને આ હુમલાના આરોપી પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી.આવેદનપત્ર આપતા સમયે બનાસકાંઠા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ વસંતભાઈ,ડીસા પ્રમુખ દિલીપ. ત્રિવેદી,ખજાનચી..હરેશભાઇ. ઠક્કર,આનંદભાઈ ઠક્કર,કાંતિલાલ લોધા,રાજુભાઇ,જીતુભાઇ,વિષ્ણુ પ્રજાપતિ,દેવેન્દ્રભાઈ.ઠાકોર..હાજર રહ્યા હતા.