રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
અમરેલી જિલ્લામાં કોરોના નો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. જિલ્લામાં સતત નવા કેસો સામે આવી રહ્યા છે. આજે અમરેલી જિલ્લામા કોરોના નો વિસ્ફોટ થયો છે આજે જિલ્લામાં એક્કી સાથે ૨૩ નવા કેસો નોંધાય આવ્યા છે. જ્યારે આજે બાબરા તાલુકા માં પણ વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. બાબરા ના ગમા પીપળીયા ગામે રહેતા એક ૩૮ વર્ષીય પુરૂષ નો રીપોર્ટ આજે પોઝીટીવ આવેલો છે.
એક સમય માં ગ્રીન ઝોનમા રહેલા અમરેલી જિલ્લામાં આજ સુધી માં ૨૮૬ કેસો નોંધાય ગયા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કોરોના નો હાહાકાર હતો ત્યારે માત્ર એક અમરેલી જીલ્લા એવો જીલ્લો હતો કે જ્યા એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નહતો. પણ આજે અમરેલી જિલ્લો પણ પોઝિટિવ કેસો માં ૩૦૦ કેસો નજીક પોછી ગયો છે. જિલ્લાની જનતા ને થોડુક જાગૃત થવાની ખુબજ જરૂર છે.
ગતરોજ આવેલ પોઝિટિવ કેસો ની યાદી.
(૧) ૩૭ વર્ષિય પુરુષ-ક્રુષ્ણગઢ ,લાઠી
(૨) ૪૫ વર્ષિય પુરુષ-સિમરણ, સાવરકુંડલા
(૩)૩૫ વર્ષિય પુરુષ-ગોવિંદપુર, ધારી
(૪) ૩૫ વર્ષિય પુરુષ-દુધાળા ,લાઠી
(૫) ૩૮ વર્ષિય પુરુષ-ગમા પિપળીયા, બાબરા
(૬)૩૫ વર્ષિય પુરુષ તરુનટવર નગર,બગસરા
(૭)૫૦ વર્ષિય પુરુષ-દલાલ ચોક, બગસરા
(૮) ૩૮ વર્ષિય પુરુષ-હડાળા,બગસરા
(૯)૩૮ વર્ષિય પુરુષ-હુડકોઆવાસ. બગસરા
(૧૦) ૩૭ વર્ષિય મહિલા-અજંતા સોસાયટી, ધારી
(૧૧) ૩૮ વર્ષિય પુરુષ-અજંતા સોસાયટી, ધારી
(૧૨)૪૬ વર્ષિય પુરુષ-દ્વારકેશ નગર, લીલીયા રોડ, અમરેલી
(૧૩) ૭૦ વર્ષિય પુરુષ-જંગર, કુકાવાવ
(૧૪)૧૪ વર્ષિય તરુણી-જંગર,કુકાવાવ
(૧૫)૩૫ વર્ષિય મહિલા-જાફરાબાદ
(૧૬) ૮૬ વર્ષિય મહિલા-જાફરાબાદ
(૧૭) ૪૦ વર્ષિય પુરુષ-જાફરાબાદ
(૧૮) ૧૩ વર્ષિય બાળક-શ્યામ નગર, લીલીયા રોડ, અમરેલી
(૧૯)૬૫ વર્ષિય પુરુષ-હનુમાન પરા, ગોકુળ ગાર્ડન, અમરેલી
(૨૦) ૬૧ વર્ષિય પુરુષ-કેરાળા(જાગાણી),લાઠી
(૨૧) ૩૯ વર્ષિય પુરુષ-ગુરૂકૃપા નગર, ચિતલ રોડ, અમરેલી
(૨૨) ૬૦ વર્ષિય મહિલા-હડાળા, બગસરા
(૨૩) ૩૬ વર્ષિય પુરુષ-ગણેશ વાડી, હાથસણી રોડ, સાવરકુંડલા
આમ અમરેલી જિલ્લામાં આજ કુલ ૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાય આવ્યા છે. હાલ આજે આવેલા પોઝિટિવ દર્દીઓને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ દર્દીઓ ના સંપર્કમાં આવેલા તમામને કોરન્ટાઇન કરવાની તેમજ દર્દીઓનાં રહેઠાણની આસપાસ ના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવેલ છે.અમરેલી જિલ્લામાં આજ સુધી માં કુલ ૨૮૬ પોઝિટિવ કેસો નોંધાય આવ્યા છે જેમાં થી ૧૬ દર્દીઓ ના દુ:ખદ અવસાન થયા છે તેમજ ૧૭૨ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ અમરેલી જિલ્લામાં હાલ ૯૮ દર્દીઓની સારવાર ચાલુ છે.
