અમરેલી: રાજુલા તાલુકાના પીપાવાવ ધામમાં ગુજરાત પીપાવાવ પોર્ટ અને વી.આર.ટી.આઇ. સંસ્થાના સહયોગથી ૩૨૦૦ થી વધુ રોપાઓનું વિતરણ કરાયું.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ધામમાં ગુજરાત પીપાવાવ પોર્ટ અને વી.આર.ટી.આઇ સંસ્થાના સહયોગથી ૩૨૦૦ થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.

આજે વિશ્વમાં દિવસે ને દિવસે ઓર્ગેનિક શાકભાજી બાગાયતી પાકો નું મહત્વ વધતું જાય છે અને લોકોનાં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ પણ ખૂબ ઉપયોગી છે ત્યારે ગુજરાત પીપાવાવ પોર્ટ ની સી.એસ.આર પ્રવૃતિઓ અંતગર્ત વી.આર.ટી.આઇ સંસ્થા નાં સહયોગથી રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ખાતે ગ્રામજનો ને ઘરઆંગણે ઓર્ગેનિક શાકભાજી અને ફળો મળી રહે તે હેતુથી કિચન ગાર્ડન પ્રોજેક્ટ હેઠળ ગામના ૨૮૮ જેટલા પરિવારોને ૧૨-૧૨ જેટલા રોપાઓ આપવામાં આવેલાં હતાં જેમાં ગામમાં કુલ ૬૦૧ આંબા, ૬૨૬ નાળિયેરી, ૫૯૧ લીંબડી, ૫૭૬ દાડમના રોપા, ૪૭૦ પપૈયાં, ૨૦૦ સરગવો, ૨૦૦ સીતાફળી આમાં સંસ્થા દ્વારા વિના મૂલ્યે કુલ ૩૨૦૦ થી વધુ બાગાયતી ફળોનાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પીપાવાવ ધામ નાં મહંત મહેશબાપુ, સંસ્થા તરફથી જયંતિભાઈ સરવૈયા, પીપાવાવ ધામ નાં જાગૃત આગેવાન તથા પૂર્વ સરપંચ ભાણાભાઈ ગુજરીયા, તલાટી કમ મંત્રી નિકેતનભાઈ ભટ્ટ તથા યુવા આગેવાન અજય શિયાળ સહિતના નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *