અમરેલી: બાબરા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા માસ્ક ન પહેરનાર તેમજ નિયમોનુ પાલન ન કરતા લોકો સામે લાલ આંખ.

Amreli
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

ભારત સરકાર દ્રારા કોરોના વાયરસ ને ધ્યાને લઈ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ અનલોક એક ની જાહેરાત કરી હતી જેમા નિયમો ને આધિન મોટાભાગ ના ધંધા રોજગાર માટે છુટી આપવામાં આવી છે. અને વાહન ચાલકો સહિત દુકાનદારો, ગ્રાહકો ને માસ્ક પહેરવાનુ ફરજીયાત પહેલાનું કરવામાં આવ્યું છે. જેને પગલે બાબરા પોલિસ અને ટ્રાફિક બિગ્રેડ દ્રારા આજે બાબરા શહેર માં માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. જેમા માસ્ક નપહેરા,હોય તેવા વાહન ચાલકો સહિત નિયમો નું પાલન ન કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ૨ ગાડીઓ ડીટેન કરવામાં આવી હતી.બાબરા શહેર માં માસ્ક વગર ફરતા વાહન ચાલકો, રાહદારીઓ સામે માસ્ક ન પહેરવા બદલ પોલિસ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ત્યારે આજ રોજ પોલિસ અને ટ્રાફિક બિગ્રેડ દ્રારા ૩૦ પાઉતી ફાડવામાં આવી હતી. જેનો દંડ કુલ રૂ.૬૦૦૦ થાય છે. આ કામગીરી બાબરા પી.આઈ. એસ.એન.ગોહિલ, પી.એસ.આઈ. વિ.વિ. પંડ્યા સાહેબ, શૈલેષભાઈ અમરેલીયા,નરેશભાઈ ધાખડ, પરેશભાઈ રાઠોડ, શુકલ ઋષિકેશભાઈ સહિત ના સ્ટાફ દ્રારા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *