નર્મદા જિલ્લાનો આજ દિન સુધી નોંધાયેલો વરસાદ.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં- ૧૪ મિ.મિ અને તિલકવાડા તાલુકામાં- ૨ મિ.મિ, વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૪૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૨૫૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૨૧૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૮૯ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૫૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૦.૧૯ મીટર, કરજણ ડેમ- ૯૯.૨૭ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૦૬ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *