રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા વકીલ મંડળે કોર્ટ ચાલું કરવા આજે કરેલી લેખિત રજુઆત માં જણાવ્યું હતું કે આ અગાઉ આપને તથા અગાઉના મહે.ડીસ્ટ્રીકટ જજ ને ઘણી વાર મૌખીક તેમજ લેખીત રજુઆતો કરી અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પણ લેખીત રજુઆત આપના દ્વારા મોકલાવેલ છે. જે બાબતે અત્યાર સુધી યોગ્ય પ્રતિભાવ મળેલ નથી. જેમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં તેમજ તાલુકા ઓમાં ઓનલાઈન ફ્રિકવન્સીની ઘણી તકલીફ રહે છે. આવા સંજોગોમાં શરતોને આધીન કોર્ટ ચાલુ કરવા માટેની રજુઆત કરેલી હતી,હાલના સમયે બધુ ચાલુ થઇ ગયુ છે.પંરતુ કોર્ટ અંશત શરૂ થયેલ છે તેનાથી આગળ કોઇ કામગીરી શરૂ થઇ નથી જેનાથી વકીલો તેમજ પક્ષકારોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.જેથી ફાઇલીંગની પ્રક્રિયા શરૂ કરવા માટે તેમજ પુરાવા સીવાય ના અન્ય કામો શરૂ કરવા માટે હાલ વિનંતી કરીએ છીએ.
૭ વર્ષથી ઉપરની સજાના ગુનાઓના જે આરોપીઓ છે તેઓ પણ માર્ચ મહીનાથી ન્યાયીક પ્રક્રિયા વગર જેલમાં બંધ છે. જો ન્યાયીક પ્રક્રિયા ચાલવાની ન હોય તો તેમને અન્યાય થઇ રહયો છે અને તેમના માનવ અધિકારોનું હનન થઇ રહયુ છે.એવુ સ્પષ્ટ જણાઇ આવે છે.જેથી આપ નામદાર સાહેબને નમ્ર વિનંતી કરી અમારી આ વિનંતીને વાંચા આપી કોર્ટની કામગીરી શરતોને આધિન ચાલુ કરવા નર્મદા જિલ્લા બાર એસોસિએશન ના પ્રમુખ કુ.વંદના ભટ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે.સાથે સાથે જો એમ નહીં થાય તો તા.૨૮/૦૭/૨૦૨૦ થી વિરોધ પ્રદર્શન તેમજ પ્રતિક ઉપવાસના માર્ગે આંદોલન કરવું પડશે તેને નર્મદા જિલ્લા બાર એસો.ની ધમકી નહી પરંતુ હાલના સંજોગોમાં વકીલોની મજબુરી છે જે સમજવા બાબતની રજુઆત કરવામાં આવી છે.