રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
લોકલ કમિટી દ્વારા ભરતી કરેલ શિક્ષકો જ છેલ્લા ૨ થી ૬ વર્ષ થી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવવી રહ્યા છે. ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને પ્રાયોજના વહીવટદાર તાબા હેઠળ ચાલતી ઇ.એમ. આર.એસ,જી.આર.એસ અને મોડેલ શાળા માં શિક્ષકો ને મે -૨૦ અને જૂન-૨૦ નો પગાર ના ચૂકવતા અને જાણ કર્યા વગર અચાનક નવી જાહેરાત પાડી નવી ભરતી કરવાની કાર્યવાહી કરતા શિક્ષકો માં રોષ જોવા મળ્યો
નર્મદા જિલ્લા માં ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને પ્રાયોજના વહીવટદાર તાબા હેઠળ એકલવ્ય ની ૫ જેટલી શાળાઓ કાર્યરત છે.જેમાં ૨૫ થી ૩૦ જેટલા એલ.એમ.સી.શિક્ષકો પોતાની ફરજ બજાવે છે.આ શાળાઓમાં મોટે ભાગે લોકલ કમિટી દ્વારા ભરતી કરેલ શિક્ષકો જ છેલ્લા ૨ થી ૬ વર્ષ થી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવવી રહ્યા છે અને શાળાનું પરિણામ પણ ૮૦% થી ૧૦૦% સુધી નું લાવે છે.એમાં એકલવ્ય સ્કૂલ,ગોરા નું પરિણામ તો છેલ્લા કેટલા વર્ષ થી ૧૦૦% આવે છે.અને આજ સ્કૂલ માં સોસાયટી થી નિમણુક શિક્ષકો ની સંખ્યા ખૂબ ઓછી છે.અને મહત્વ ના વિષય જેવા કે ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી જેવા વિષયો ના શિક્ષકો એલ.એમ.સી છે.આટલી સારી કામગીરી અને પરિણામ આવતું હોવા છતાં નર્મદા જિલ્લાના એલ.એમ. સી શિક્ષકો સાથે અન્યાય કરવા માં આવ્યો હોય આ કોરોના ની મહામારી માં મે – ૨૦૨૦,જૂન – ૨૦૨૦ નો પગાર કરવામાં ના આવ્યો અને પગાર ની બાબત ને લઈ આવેદન આપવા માં આવ્યું તો નવી જાહેરાત પાડી અને છૂટા કરવા માં આવ્યા.કોરોના ની મહામારી ચાલુ છે અને રોજગારી નો અભાવ છે ત્યારે આ છૂટા કરેલા શિક્ષકો નું ભવિષ્ય ખતરા માં આવી ગયું હોઈ એમ લાગે છે.નવી જાહેરાત પાડી આ શિક્ષકો દ્વારા પ્રાયોજના વહીવટદાર, રાજપીપલા અને કલેક્ટર,નર્મદા ને આવેદન આપવા માં આવ્યું છે ત્યારે જોવું રહ્યું કે આ શિક્ષકો ના ન્યાય માટે શું પગલાં લેવા માં આવે છે.વધુ માં આ શાળા ના આચાર્યો, સોસાયટી થી નિમણુક કરાર આધારિત શિક્ષકો અને શાળાના પટાવાળા,સ્વિપર,વોર્ડન,ક્લાર્ક,સિક્યુરિટી, એકાઉન્ટન્ટ નો પગાર ચાલુ છે એમને વેકેશન નો પગાર પણ ચુક્કવામાં આવે છે તો માત્ર આ એલ.એમ.સી. શિક્ષકો સાથેજ કેમ અન્યાય એ વિચારવા જેવી બાબત છે.જણાવી ન્યાય ની માંગ કરી છે.