રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈ વ્યક્તિ આપાતકાલીન પરિસ્થિતિમાં લોહી ની ઉણપ ના રહે તે માટે ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ તાલુકામાં ૭ ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી. વેરાવળ દ્રારા તા.૧૬-૦૭-૨૦૨૦ના રોજ કારગીલ વિજય દિવસ અંતર્ગત નવજીવન બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમા એન.સી.સી. ઓફિસના કેડેટસ તથા સ્ટાફ દ્રારા રક્તદાન કરવામાં આવ્યું હતું.