રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
સાવરકુંડલા તાલુકામાં સવાબે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદાર એમ.વી.૫રમાર ની ઉમરાળા (જી.ભાવનગર) મામલતદાર તરીકે બદલી થતા, તેમની મહત્તમ પ્રમાણીકતા, પારદર્શકતા અને પ્રોએકટીવ કામગીરી અને હકારાત્મ વલણવાળા અભિગમના કારણે સ્થાનીક લોકોમાં જબર લોકચાહના મેળવેલ છે.આજ રોજ વિદાય સમારોહનું આયોજન કરવામા આવ્યુ હતું તેમા રેસનીગના દુકાનદાર ના એસોસીએસનના પ્રમુખ ભયલુભાઈ એન ખુમાણ.ઉપ પ્રમુખ સતૂભાઈ ધાધલ તેમજ જાબાળ ગ્રામ પંચાયતના સરપંચ ભુપેન્દ્રભાઈ એન ખુમાણ તેમજ દુકાન દાર હાજર રહયા હતા તેમજ જાબાળ ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ એન ખુમાણ એ મામલતદાર સાહેબને જોગીદાસ બાપુનો ફોટો આપીને સન્માન કર્યું હતુ. તેમજ દુકાનદાર સાદુંળભાઈ લુવાર.વિજપડી મંત્રી અશોકભાઈ. જયભારત ના દુકાન દાર અસલમભાઈ હાજર રહ્યા હતા.