કાલોલ નગરમાં સમય મર્યાદા નક્કી કરવા માટે આપેલ આવેદનપત્રને મિશ્ર પ્રતિસાદ મળ્યો.

Corona Kalol Latest Madhya Gujarat

કાલોલ નગરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેના ભાગરૂપે કાલોલના વેપારી મંડળ દ્વારા પ્રાંત અધિકારી વિશાલ સક્સેના સાથે ની બેઠકમાં ૨૪/૭/૨૦ થી સવારના ૯ થી ૪ નો સમય નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ આજે સાંજ ના ૪:૩૦ પછી પણ કાલોલ નગરના નવા બજાર ભાથીજી મંદિર પાસેનું દબાણ યુક્ત ગેરકાયદેસર શાકમાર્કેટ તથા ગોહયા બજારની અમુક દુકાનો ખુલ્લી જોવા મળી હતી તો વેપારી મંડળએ આપેલ આવેદનપત્રનો કોઈ અર્થ છે? કોરોનાનો પ્રકોપ વધશે સંક્ર્મણ વધશે તો જવાબદારી કોણ લેશે..? કાલોલ નગરમાં કોરોનાના કેસો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે તેવા સંજોગોમાં લોકોએ જાતે જ સજાગ રહેવું પડશે નહિ તો પરિણામ કાલોલ ની જનતા ને ભોગવાનું રહશે.

કાલોલના વેપારીઓમાં સંગઠનનો અભાવ જોવા મળ્યો. અગાઉ વેપારી મંડળો દ્વારા કાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ લખેલું હતું કે દુકાન ખોલવાનો સમય ૯ થી ૪ નો રહશે પરંતુ આજે ઉપર દર્શાવેલ બજારોના ઘણીખરી દુકાનો ખુલ્લી જોવા મળી હતી. વેપારીઓ દ્વારા જ આવું કરવામાં આવશે તો આવેદનપત્ર આપવાનો મતલબ શું? આપણા સૌ ની નૈતિક જવાબદારી છે કે આવા કોરોનાના કપરા કાળમાં આપણે જાતે સજાગ બનીને સામાજિક અંતર જાળવીએ,માસ્ક પેહેરીએ તથા કામ વગર બહાર ના નીકળીએ .. નિયમોનું પાલન કરીશું તો જ આપણે કોરોના ને હરાવી શકીશું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *