રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇના જાગૃત નાગરિકો, અગ્રણી વેપારીઓ અને રાજકીય આગેવાનો સાથે સર્વ સંમતિથી ડભોઇમાં કોરોના નું સંક્રમણ વધતું અટકાવવા માટે ધારાસભ્ય સાથે મળેલી મિટિંગમાં નક્કી થયા મુજબ આજરોજ ૦૨:૦૦ વાગ્યાથી ચુસ્તપણે ડભોઇમાં જનતા કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો. બપોરના ૨:૦૦ થી ૨:૩૦ ના સમયગાળા દરમિયાન ડભોઇના બજારો પણ એ જનતા કરફયુ ના અમલ માટે ફટાફટ બંધ થઇ ગયેલ અને સમગ્ર નગરમાં જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વૈચ્છિક રીતે અમલ શરૂ કરી દેવામાં આવ્યો.