રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલામાં મુખ્ય માર્ગો પર ખુલ્લી ગટરો નજરે જોવા મળે છે. અહીં સામાન્ય વરસાદમાં પણ માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળે છે. છતાં પણ નગરપાલિકાએ આજદિન સુધી પ્રિમોન્સુન કામગીરી હાથ ધરી જ નથી. જેના કારણે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે. શહેરના આંબેડકર ચોક,સરકારી ગેસ્ટ હાઉસ, રેમ્બો સોસાયટી, બોયજ સ્કૂલ અને શ્રીજીનગર વાઈટ હાઉસ વિસ્તારમાંતો રાહદારીઓ માર્ગો પરથી ચાલી પણ શકતા નથી.શહેરમાં ઉભરાતી ગટરના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં કોરોના વાયરસની સાથે મચ્છર જન્યરોગચાળો ફેલાવાની દહેશત સર્જાય છે. ત્યારે નગરપાલિકા દ્વારા વહેલી તકે ખુલ્લી ગટરની સફાઈ હાથ ધરી તેમને ઢાંકવાની કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.